

મોરબી શહેરમાં પાટીદાર સંસ્થાઓ દ્વારા શરુ કરેલા ઘડિયા લગ્નના ટ્રેન્ડને પાટીદાર પરિવારો સહર્ષ આવકારી રહ્યા છે અને આ ટ્રેન્ડ સાથે વધુને વધુ પરિવારો જોડાઈને આગળ ધપાવી રહ્યા છે જેમાં આજે રાજપર ગામે ઘડિયા લગ્ન યોજાયા હતા
મોરબીના રાજપર (કું.) ગામમાં આજે ચુંદડીની વિધિ સાથે જ ઘડિયા લગ્ન યોજવામાં આવ્યા હતા જસમતભાઈ ધરમશીભાઈ અમૃતિયા સુપુત્ર વિકિનના લગ્ન નાગજીભાઈ કલ્યાણજીભાઈ બાવરવાના સુપુત્રી મિતલ સાથે આજે કરવામાં આવ્યા હતા આજે ચુંદડી વિધિ નિર્ધારી હોય જોકે હાલમાં ચાલી રહેલા ટ્રેન્ડ પ્રમાણે લગ્નના ખોટા ખર્ચ અને સમય બચાવવા માટે વિકિન અને મિતલની સગાઇના પ્રસંગને સાદગીથી ઉજવીને ઘડિયા લગ્ન કરવામાં આવ્યા હતા ત્યારે ઉપસ્થિત સૌ મહેમાનોએ પણ બંન્ને પક્ષના વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા અને અનોખા લગ્નના સાક્ષી બનેલા મહેમાનોએ પણ આ પ્રસંગને માણ્યો હતો