Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદ તાલુકામાં ઘનશ્યામનગર-નવા ધનાળા ગ્રામ પંચાયત સરપંચ અને ઉપસરપંચ બિન હરીફ જાહેર

ગામમાં સરપંચ ,ઉપસરપંચથી લઈને તમામ પેનલ સભ્યોમાં તમામ મહિલાઓ આગેવાની કરશે. હળવદ તાલુકાના ઘનશ્યામ નગર નવા ધનાળા ગ્રામ પંચાયતની સમગ્ર બોડી  સમરસજાહેર

હળવદ તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના પડઘમ શરૂ થઇ ચૂકયા છે. હળવદ  તાલુકામાં ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યો ની ચૂંટણી  જાહેર થતાં હવે રાજકીય ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો છે. ત્યારે હળવદ તાલુકાના ધનશયામ નગર નવા ધનાળા ગ્રામ પંચાયત સરપંચ તરીકે નિમિષાબેન સતિષભાઈ તારબુદીયા અને ઉપસરપંચ તરીકે અનસોયાબેન નરશીભાઈ કણઝરીયાની બિન હરીફ જાહેરાત કરવામાં આવી છે.

ગામમાં સરપંચ, ઉપસરપંચથી લઈને તમામ પેનલ સભ્યોમાં તમામ મહિલાઓ આગેવાની કરશે. સમસ્ત ગ્રામ લોકો દ્વારા ઉમેદવારો ઉપર પુરતો વિશ્વાસ રાખીને યોગ્ય રીતે નિર્ણય લઈને ગામના વિકાસ માટે જરૂરી સરકારી લાભ થાય અને ગામની એકતા મજબુત બને એવા ઉમદા હેતુથી ઠેર ઠેર સામાજીક કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા અભિનંદન વર્ષા કરીને તાલુકાનું ગૌરવ વધારેલ છે.

 

 

Comments
Loading...
WhatsApp chat