Billboard ad 1150*250 Billboard ad 1150*250

લ્યો બોલો ! મોરબીના સેવાસદનમાં ખુંટીયા અરજદાર બનીને આવે છે….

મોરબીના સામાકાંઠા સ્થિત સેવાસદનમાં રખડતા ઢોરોનો ત્રાસ કાયમી બની ગયો છે જોકે જવાબદાર તંત્ર આંખ આડા કાન કરતુ હોય જેથી રખડતા પશુઓ કચેરીની અંદર ઘુસી જતા હોય છે જેથી અરજદારોમાં ભયનો માહોલ ફેલાય છે.

મોરબીના તાલુકા સેવાસદન કચેરીમાં એક ખુંટીયો ચડી આવ્યો હતો અને ખુંટીયો કચેરીના ગ્રાઉન્ડ સુધી ના રહેતા કચેરીની ગેલેરી સુધી પહોંચ્યો હતો અને અરજદારોની માફક તે કોઈ ચોક્કસ કચેરીની શોધ કરતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા સેવા સદન કચેરીમાં ખુંટીયો ઘુસી જવાની આ પ્રથમ ઘટના નથી અગાઉ પણ સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહેલ સહિતનાઓ દ્વારા રખડતા પશુના ત્રાસ અંગે સંબંધિત તંત્રને રજૂઆત કરી છે જોકે જવાબદાર અધિકારીઓ પાસે આવા ફાલતું પ્રશ્નો માટે સમય ના હોય તેમ અવારનવાર રખડતા પશુઓ સેવાસદનમાં આંટા ફેરા કરતા જોવા મળે છે

Comments
Loading...
WhatsApp chat