
સંપર્ક સહયોગ સેવા સંસ્કાર અને સમર્પણના સિદ્ધાંતોને વરેલી રાષ્ટ્રપ્રેમી સંસ્થા ભારત વિકાસ પરિષદની મોરબી શાખા દ્વારા ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં ગુરુ છાત્ર સંબંધોમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર વિશ્વાસ સુદ્રઢ બને, છાત્રો દ્વારા ગુરુઓ પ્રત્યેનો પૂજ્ય ભાવ વધે અને છાત્રોને ગુરુઓ દ્વારા છાત્રોને નવી પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે માટે આ પ્રકારના કાર્યક્રમો પ્રતિવર્ષ યોજાય છે.
આ કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે ન્યુ ઓમશાંતી વિધાલય મોરબી, ગાળા પ્રાથમિક શાળા, ગીબ્સન મીડલ સ્કુલ, લખધિરનગર પ્રાથમિક શાળા, પીપળી પ્રાથમિક શાળા, નાગલપર પ્રાથમિક શાળા સહિતની મોરબી જીલ્લાની વિવિધ 15 શાળાઓમાં અવનવા કાર્યક્રમોની હારમાળા સર્જાય હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબીના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી મંત્રી હરેશભાઇ બોપલીયા ડો. પનારા સાહેબ પંકજભાઈ ફેફર રાવતભાઈ કાનગડ અશ્વિનભાઈ રાઠોડ હરદેવભાઈ ડાંગર યોગેશભાઈ જોશી દિલીપભાઈ પરમાર સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.
