શિવનગર ના ગ્રામલોકો એ બનાવ્યું ગૌ મંદિર, એવો તો શું હશે લોકોને ગાય પ્રત્યે પ્રેમ..!!

ગામની “મીરાં” ગાય

આજના સમયમાં ગૌ રક્ષાની અને ગૌપ્રેમીની વાતો તો સર્વત્ર થતી રહે છે પરંતુ ખરેખર ગૌપ્રેમ અને ગૌ ભક્તિ વિષે જાણવું હોય તો મોરબીના શિવનગર ગામની મુલાકાત લેવી પડે. ગામની “મીરાં” ગાય

ના અવસાન બાદ તેને સમાધિ આપવામાં આવી હતી જે સ્થળે બે માસમાં મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવની ધામધુમથી ઉજવણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી.

શિવનગર ગામમાં ૨૦ વર્ષથી ‘મીરા’ નામની ગાય રહેતી હતી ખુબજ પ્રેમાળ આ ગાયને ગામના સૌ અબાલ વૃદ્ધો ચાહતા હતા ગામના દરેક દુકાનદાર તથા ખેડૂતો દરરોજ આ ગાયને ભોજન પણ કરાવતા હતા જે મીરાં ગાયનું ફેબ્રુઆરી માસમાં અવસાન થયું હતું વહેલી સવારે વ્હાલી ‘મીરા’ નો નિષ્પ્રાણ દેહ જોઇને સમગ્ર ગામમાં શોક વ્યાપી ગયો હતો અને  ટ્રેકટરમાં ગાયના દેહને રાખી લાલ સાડી ઓઢાડવામાં આવી હતી તેમજ પુષ્પો તથા અગરબતી કરીને ધૂન ભજન ગાતા ગાતા સ્મશાન યાત્રા આખા ગામમાં કાઢવામાં આવી હતી તેમજ હિંદુ ધર્મની તમામ શાસ્ત્રોક્ત વિધિ કરીને ‘મીરાં’ ને સમાધિ આપવામાં આવી હતી. મીરાં ગાયને સમાધિ આપ્યા બાદ તુરંત જ ગ્રામજનોએ તેની સમાધિ પર મંદિર બાંધવાનો નિર્ણય કર્યો હતો જેના પગલે ગ્રામજનોએ ૧.૪૪ લાખ રૂપિયા જેટલો ફાળો એકત્ર કરીને મીરાંના સમાધિ સ્થળ પર મંદિર બાંધ્યું હતું જેનો તાજેતરમાં પ્રતિષ્ઠા મહોત્સવ ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં ગ્રામજનોએ સમૂહભોજન સહિતના કાર્યક્રમોની ઉજવણી કરી હતી.

હાલ સમગ્ર દેશમાં ગૌરક્ષા અને ગૌ હત્યા મામલે હોબાળો જોવા મળી રહ્યો છે. સરકાર ગૌ હત્યા રોકવા આકરા નિયમો બનાવે છે છતાં ગૌવંશની હત્યાનો સિલસિલો જોવા મળે છે ત્યારે મોરબીના શિવનગર ગામના લોકોએ ગૌહત્યા કેવી રીતે રોકી સકાય અને ગૌ માતાની સેવા કરવાનો સુંદર વિકલ્પ આપીને પ્રેરણા પૂરી પાડી છે. લોકો ગાયના નિભાવ માટે તૈયારી દાખવે તો નિર્દોષ ગૌવંશને કતલખાને જવાનો કોઈ દિવસ વારો જ ના આવે તેમ કહી સકાય.

 

Comments
Loading...
WhatsApp chat