સિંગાપોરથી આવેલા જહાજમાં ગેસ ગળતર : બે ખલાસીઓના મોત



મોરબી જીલ્લાના નવલખી બંદર નજીક આજે સિંગાપોરથી આવેલા જહાજમાં લોડીંગ ચાલતું હોય જે દરમિયાન ગેસ ગળતર થતા ત્રણ ખલાસીઓને તેની અસર થવા પામી હતી જેમાં બે ચીની નાગરિકોના મોત થયા છે જયારે અન્ય એકને જામનગરમાં સારવાર અપાઈ રહી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
ગાંધીધામની અગ્રવાલ પેઢી દ્વારા સિંગાપોરથી કોલસો ભરેલું જહાજ મંગાવાયું હોય જે આજે નવલખી બંદરથી દુર આવી પહોંચ્યું હતું સિંગાપોરના ફેંગ હુઈ હે નામના જહાજમાં સવાર ૨૧ કૃ મેમ્બરો સવાર હતા ને લોડીંગ ચાલતું હોય જે દરમિયાન ગેસ લીકેજને પગલે ગેસ ગળતર થવા પામ્યો હતો જેની અસર ત્રણ કૃ મેમ્બરોને થઇ હતી જેમાં બે ચાઇનીઝ નાગરિકોને સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું
જયારે અન્ય એક ખલાસીને જામનગર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે તો બનાવને પગલે મોરબી જીલ્લાના નવલખી બંદર અને જામનગર જીલ્લાના બંદરોના અધિકારીઓએ સંકલન કરીને તાકીદે રાહત માટેની બોટો રવાના કરી હતી તેમજ બનાવ અંગે વધુ તપાસ ચલાવાઈ રહી છે

