માળીયા: ચાચાવદરડા ગામમાં ગાયત્રી પરિવાર અને સમગ્ર ગ્રામજનોના સહયોગથી ૭૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર થશે

મનુષ્‍યના જીવનમાં જન્મથી મરણ સુ]ધી વૃક્ષોનું મહત્વ ઘણું રહ્યું છે. પ્રકૃતિની સાચવણી અને પર્યાવરણની સમતુલા માટે વૃક્ષારોપણ કરવું અતિ મહત્વનું છે ત્યારે તાજેતરમાં માળીયા તાલુકાના ચાચાવદરડા ગામમાં સમગ્ર ગ્રામજનો અને ગાયત્રી પરિવાર ૩૫ વિધા જમીન ઉપર ૭૦૦થી વધુ વૃક્ષોનું રોપણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે પ્રકૃતિ, વૃક્ષો અને છોડ સાથે મનુષ્યનો સદીઓથી અતૂટ સંબંધ રહ્યો છે. સમગ્ર માનવજીવન સહિત જીવસૃષ્ટિ માટે વૃક્ષો આશીર્વાદ સમાન છે ત્યારે ચાચાવદરડા ગામ દ્વારા ભાવિ પેઢીના જતન અને સંવર્ધન માટે વૃક્ષોનું મહાત્મય સમજીને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષોનું જતનપૂર્વક ઉછેર કરવાનું સુંદર કાર્ય કરવામાં આવ્યું છે.

This slideshow requires JavaScript.

 

Comments
Loading...
WhatsApp chat