માળીયા: નવલખી બંદરે ટ્રકમાં લાખોનો કોલસો ભરી છેતરપીંડી આચરી

માળીયાના નવલખી બંદરે 2 ઈસમોએ ટ્રકમાં લાખોનો કોલસો ભરી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ માળીયા પોલીસ મથકમાં નોંધાઈ છે.

આ અંગે ફરિયાદી અનીલભાઇ વશરામભાઇ સવાણીએ ટ્રકના ડ્રાઇવર જયપ્રકાશ મુનાલાલ અને રાજ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આરોપીઓ ટ્રક નંબરGJ-02-xx-3023 વાળીનો આઉટ ગેટપાસ હોવાનુ જાણતા હોવા છતા કોઇપણ રીતે આઉટ ગેટ પાસ જમા કરાવેલ આઉટ ગેટપાસ મેળવીને ટ્રક નં-GJ-36-T-5191 વાળીમા કોલસો ભરી લઇ જવા માટે અગાઉ થી ગુનાહીત કાવતરુ રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવાના હેતુથી આઉટ ગેટપાસ પોતાના હવાલાવાળી ટ્રક નં-GJ-36-T-5191 માટે ખોટો હોવાનુ જાણતા હોવા છતા ખરા તરીકે ઉપયોગ કરી ટ્રકમા કોલસો આશરે ૩૫ ટન કિ.રૂ.૩,૧૫,૦૦૦/- નો ભરીને ટ્રક નં-GJ-36-T-5191 છળકપટ પુર્વક મેળવી છેતરપીંડી કરી છે.

જે મામલે  માળીયા પોલીસે ગુન્હો આઇ.પી.સી કલમ ૪૬૫,૪૭૧,૪૨૦,૧૨૦બી,૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat