માળીયા: નવલખી ગામ પાસેથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો

માળીયામાં આર્મ્સ એક્ટની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે. છતાં પણ અમુક લુખ્ખા તત્વોને જાણે પોલીસનો ડર ન હોય તેમ ઘાતકી શસ્ત્રો લઇને ફરતા હોય છે. ત્યારે તાજેતરમાં નવલખીગામ પાસેથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર એસ.ઓ.જી.પોલીસ ઇન્સપેકટર જે.એમ.આલ ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ માળીયા (મિં) વિસ્તારમાં એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી સબબ પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન HC શેખાભાઇ મોરી તથા PC ભાવેશભાઇ મિયાત્રા બંનેને સંયુક્ત ખાનગી રાહે બાતમી મળી હતી. જેના આધારે નવલખી ગામ પાસેથી આરોપી કાદર મામદભાઇ ઉર્ફે અબ્દુલભાઇ જામ/મિયાણા ઉ.વ.૨૫ રહે.૨૫ને ગે.કા.દેશી હાથ બનાવટની જામગરી બંદુક નંગ-૧, કી.રૂ.૩૦૦૦/- સાથે પકડી પાડી આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

આ કામગીરીમાં PI જે.એમ.આલ એસ.ઓ.જી. તથા PSI પી.જી.પનારા તથા ASI રણજીતભાઇ બાવડા તથા HC રસિકભાઇ કડીવાર, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, મહાવીરસિંહ પરમાર તથા PC સતિષભાઇ સહિતનઆ જોડાય હતા.

Comments
Loading...
WhatsApp chat