માળીયા: બેફામ ગતિએ આવતા ટ્રકે બાઈકને અડફેટે લીધુ, બાઈક ચાલકનું મોત

માળીયામાં બેફામ ગતિએ આવતા ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું મોત થયાની ઘટના સામે આવી છે. જેને પગલે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

જેમાં મૃતકના ભાઈ સુલતાનભાઇ હારૂનભાઇ મોવરે જણાવ્યું હતું કે,તા.૧૮/૦૬/૨૦૨૨ ના રાત્રીના સાડા અગીયાર વાગ્યાના અરસામા માધવ હોટલ સામે મોરબી માળીયા કંડલા ને.હા રોડ પર તેના ભાઈ યુસુફભાઇ મોટરસાઇકલ રજી નં GJ-10-DK-0903  પર જતા હતા. એ દરમિયાન આરોપીએ પોતાનુ હવાલાવાળુ ટ્રક નં GJ-12-Z-9520 વાળી પુરઝડપે અને બેફીકરાઇ અને ગફલતભરી રીતે ચલાવી યુસુફભાઇના મોટરસાઇકલ સાથે સાઇડમાંથી  ટ્રક ભટકાડી દેતા યુસુફભાઇ પડી જતા તેને શરીરે મુંઢ ઇજા કરી તેમજ માથામા હેમરેજની ઇજા થઈ હતી. જેથી તેમને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.આ અંગે માળીયા પોલીસે આઇ.પી.સી કલમ ૨૭૯.૩૦૪(અ) એમ.વી.એક્ટ કલમ ૧૭૭.૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

Comments
Loading...
WhatsApp chat