માળીયા: પોસ્ટઓફીસ પાસે જાહેરમા વર્લી મટકાનો જુગાર રમતો આધેડ ઝડપાયો

માળીયામાં પોસ્ટઓફીસ પાસે જાહેરમા વર્લી ફીચરનો જુગાર રમતા એક આધેડ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મી પોસ્ટઓફીસ પાસે જાહેરમા આરોપી સલીમભાઇ કાસમભાઇ સંધવાણી વર્લી ફીચરના આંકડા લખી રૂપિયાની હારજીતનો નશીબ આધારિત જુગાર રમી/રમાડતા વરલી ફીચરના સાહિત્ય પેન તથા ડાયરી કિં.રૂ.૦૦/૦૦- તથા રોકડા રૂપીયા-૪૫૦//- ના મુદ્દામાલ સાથે મળી આવ્યો હતો. જેથી માળીયા પોલીસે આરોપીની અટકાયત કરી જુગારધારા કલમ-૧૨(એ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat