માળીયા: રાસંગપર ગામના તળાવ પાસે દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ

માળીયામાં રાસંગપર ગામના તળાવ પાસે દેશીદારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી આધારે પોલીસે રેઇડ કરી હતી. અને  દેશીદારૂ ગાળવાનો આથો,
ભઠ્ઠીના સાધનો સહિતના મુદામાલ સાથે આરોપની ધરપકડ કરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા પોલીસની ટીમે રાસંગપર ગામના તળાવ પાસે આવેલ બાવળના ઝુડમા ચોક્કસ બાતમીને આધારે દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી મામદભાઈ ઉર્ફે મામદો રહિમભાઈ જામ દેશી પીવાનો દારુ બનાવવાની ભઠ્ઠી સાથે મળી આવ્યો હતો. જેથી પોલીસે દેશીદારૂ ગાળવાનો આથો ગાળી દેશી દારૂ બનાવતા રેઇડ દરમ્યાન ગરમ આથો લીટર-૧૫ કિ.રૂ.૩૦/- તથા ઠંડા આથો લીટર ૧૦૦ ની કિ.રૂ.૨૦૦/-તથા દેશી દારૂ ના કેરબામા દારૂ લી-૦૪ કિ.રૂ.૮૦/- તથા ભઠ્ઠીના સાધનો એલ્યુમીનીયમ નુ બકડીયુ નંગ-૧ કી રૂ ૦૦/૦૦-તથા પાતળી નળી નંગ-૧ કિ રૂ ૦૦/૦૦- મળી કુલ કિ.રૂ.૩૧૦/-ના મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરીને પ્રોહિ.કલમ ૬૫,બી,સી,ડી,એફ, ૬૫એ.એ  મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat