માળીયા: જૂની અદાવતનો ખાર રાખી ૪ શખ્સોએ છરી વડે પ્રાણઘાતક હુમલો કર્યો

માળીયામાં જૂની અદાવતનો ખાર રાખી ૪ શખ્સોએ છરી વડે પ્રાણઘાતક હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેને પગલે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

જેમાં ફરિયાદી રમજાનભાઈ જુનુસભાઈ મોવરે આરોપી અજરૂદિન અલીયાસભાઈ જેડા, સિકંદર આમદભાઈ જેડા, યાસીન અસાકભાઈ જેડા તથા, અજરૂદિનની બહેનના દીકરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં જણાવ્યું હતું કે, આરોપી અજરૂદિનને રમજાનભાઈના ભાઈ સાથે મચ્છી વેચવા બાબતે બોલાચાલી થયેલ હોય જે બાબતે નુ મન દુખ રાખી આરોપીએ રમજાનભાઈને ભુંડા ગાળો આપી હતી. તેમજ અન્ય આરોપીઓએ રમજાનભાઈને ધોકા વડે શરીરે મુંઢ ઈજા કરી માથાના ભાગે છરી મારી દેતા આઠ ટાકા આવેલ તેમજ આરોપીઓએ ફરીયાદી રમજાનભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે માળીયા પોલીસે આઇ.પી.સી કલમ-૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨) ,૧૧૪, તથા GPA કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat