માળીયા: ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરતા 2 ઈસમો ઝડપાયા

માળીયામાં દારૂ ઢીંચીને છોટા હાથી અને બાઈક ચલાવતા 2 શખ્સોને પોલીસે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ કિસ્સામાં માળીયામાં આરોપી મુકેશભાઈ નગીનભાઇ તળપદા કચ્છ થી મોરબી જતા નેશનલ હાઇ-વે રોડ પર ઓનેસ્ટ ચેક પાસે કેફી પ્રવાહી પીધેલ હાલત મા પોતાનીટાટા કંપનીનુ છોટાહાથી GJ-06-YY-5799વાળી કિ.રૂ.૬૦,૦૦૦/- ની ચલાવી નીકળતા મળી  આવ્યો હતો.

બીજા કિસ્સામાં માળીયામાં આરોપી ઘુપેન્દ્રસિંહ ઉર્ફ ઘમેન્દ્રસિંહ કીરીટસિંહ જાડેજા માળીયા-હળવદ હાઇવે રોડ ઉપર કેફી પ્રવાહી પીધેલ હાલત મા પોતાના હવાલાવાળુ હોન્ડા સાઇન મો.સા નંબર- જી.જે-૦૩-ડી.એ-૭૫૪૪ વાળાની કિ. રૂ.૨૦,૦૦૦/- નો ચલાવી  નીકળતા મળી આવ્યો હતો.

આ બન્ને કિસ્સામાં પોલીસે એમ.વી.એક્ટ કલમ ૧૮૫(૩),૧૮૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat