

આજે ગણપતી વિસર્જન હોવાથી અને મોટી કોઈ દુર્ઘઘટના ન સર્જાય માટે મોરબી શહેરમાં વહીવટી તંત્ર દ્વારા વ્યક્તિગત ગણેશવિસર્જન કરવાની મનાઈ ફરમાવી અને આયોજકોને મૂર્તિ નગરપાલિકાને સોંપી દેવા સૂચના આપવામાં આવી હતી જેમાં ગણેશોત્સવના છેલા દિવસે મોરબી શહેરમાં આજે નગરપાલિકા દ્વારા શનાળા રોડ સમય ગેટ પાસે, એમ.પી.શેઠ ગર્લ્સ સ્કૂલ વી.સી.ફાટક પાસે, સામાકાંઠે એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડ અને જેઈલરોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એમ ચાર સ્થેળે કલેક્શન સેન્ટર ખોલવામાં આવ્યા હતા જ્યાં ભક્તોએ મૂર્તિ સોંપી હતી મોરબીમાંથી મોટી સંખ્યામાં વાજતે ગાજતે ગણપતી વિસર્જન કરવામાં માટે ભક્તો નીકળ્યા હતા અને અગલે બરસ તું જલ્દી આના તાલે જુમ્યા હતા વિસર્જન સમયે કોઈ આકસ્મિક ઘટના ન બને તે હેતુથી બધી મૂર્તિ એકત્રિત કરી ને ક્રેઇન , તરવૈયા તેમજ ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખી આર.ટી.ઓ નજીક ખાડીમાં ગણેશ વિસર્જન કરવામાં આવી હતી