હળવદમાં ગંગેશ્વર મહાદેવ ચેલેન્જ ટોફી ઓપન ગુજરાત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ

 

ઓપન ગુજરાત  નાઈટ ટેનિસ કીકેટ ટુર્નામેન્ટ નું  પ.પૂજ્ય ભક્તિનંદન દાસજી સ્વામી ના  હસ્તે ખુલ્લી મુકાઈ,આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર કચ્છ માં થી ખેલાડીઓ ઉમટી પડશે,  ચેમ્પિયન ટીમને એક લાખ અગ્યાર હજાર રોકડા તથા અન્ય લાખેલા ઇનામોની વણઝાર

હળવદમાં  નગરપાલિકા પાલીકા, પોલીસ અને રોટરી ક્લબ ના સહયોગથી ગંગેશ્વર મહાદેવ ચેલેન્જ ટોફી ઓપન ગુજરાત નાઇટ ક્રિકેટ ટેનીસ  ટુર્નામેન્ટનું ભવ્ય જાજરમાન પ્રારંભ કરવામાં આવ્યો. ગંગેશ્વર મહાદેવ ચેલેન્જ ટોફી નો  પ્રારંભ પ.પૂજ્ય ભક્તિનંદન દાસજી સ્વામી સ્વામિનારાયણ મંદિર જુનું ટાવર વાળું હળવદ, તથા દિપક દાસજી મહારાજ લક્ષ્મીનારાયણ મંદીર હળવદ, સંતો મહંતો મહાનુભાવો  ઉપસ્થિતિ માં   ટુર્નામેન્ટ ખુલી મુકવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં  ચેમ્પિયન ટીમને ૧ લાખ ૧૧ હજાર રોકડા અને ટોફી રનસૅપ સહિતના અન્ય લાખેણા ઇનામોની વણઝાર રાખવામાં આવી છે.

હળવદ અને ઝાલાવાડ પંથકમાં છેલ્લા ૧૨ વર્ષથી અદભુત પૂર્વક ભારે લોકચાહના મેળવતી ગંગેશ્વર મહાદેવ ટ્રોફી ૬ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં રનિંગ કોમેન્ટરી વી આઈ પી ટેન્ટ ચા પાણી વગેરે ખેલાડીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આ ટુર્નામેન્ટમાં આઈ પી એલ  જેવો રોમાંન્ચ ઉભો કરવામાં આવ્યો છે. ટુર્નામેન્ટ નો પ્રથમ રાઉન્ડમાં હળવદ પોલીસ અને હળવદ નગરપાલિકા નો રાઉન્ડ હતો જેમાં હળવદ નગરપાલિકા એ પ્રથમ બેટિંગ કરી  ૮૯ રનનો ટાર્ગેટ હળવદ પોલીસને આપ્યો હતો જેને હળવદ પોલીસે ચાર વિકેટના ભોગે પાર કર્યો હતો.

આ પ્રસંગે હળવદ નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ,ચીફ ઓફિસર પાંચ ભાઈ માળી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડો કે.એમ. રાણા હળવદ શહેર કોંગ્રેસ  પ્રમુખ શૈલેષભાઈ દવે, સોલ્ટ એશો પ્રમુખ ગોપાલભાઈ ઠક્કર હળવદ શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, હેમાગભાઈ રાવલ, તપનભાઈ દવે. જયેશ ભાઈ પટેલ, સુનિલભાઈ પટેલ, વગેરે ક્રિકેટ પ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. શુક્રવાર તી ગંગેશ્વર મહાદેવ  ચેલેન્જ ટ્રોફીનો  શુક્રવાર થી ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગજેન્દ્રભાઈ મોરડીયા રાજુભાઈ દવે કર્યું હતું, પ્રથમ દિવસે કોમેન્ટ્રી નું લાઈવ હળવદ ના પુલકેશ જોશી, અજયસિહ જાડેજા,  સ્કોરિંગ પ્રવીણભાઈ  રબારી, મયુર રબારી એ કર્યું હતું.  સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા  આયોજક મિત્રો એ ભારે જહેમત ઊઠાવી હતી

 

Comments
Loading...
WhatsApp chat