મોરબીમાં મંગળવારથી ઠેર ઠેર ગણેશ મહોત્સવનો શુભારંભ, અનેક સ્થળોએ પંડાલ સજ્યા

વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણપતિ મહારાજની સ્થાપના અને પૂજન અર્ચનનું પર્વ આવી ચુક્યું છે મંગળવારથી ગણેશ ચતુર્થી મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે મોરબી શહેરમાં ઠેર ઠેર પંડાલ સજ્યા છે જ્યાં ગણપતિ સ્થાપન કરી ૧૦ દિવસ સુધી પૂજા, આરતી કરી બાદમાં ગણેશ વિસર્જન કરવામાં આવશે

મોરબીમાં દર વર્ષની જેમ રામોજી ફાર્મ ખાતે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે લીલાપર કેનાલ રોડ પર રામોજી ફાર્મમાં સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં દરરોજ મહાઆરતી ઉપરાંત અનેકવિધ કાર્યક્રમો યોજાશે ઉપરાંત લીલાપર કેનાલ રોડ પર સર્જનમ ફાર્મ ખાતે પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે જયારે મોરબીના લખધીરવાસ ચોક ખાતે મયુરનગરી કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

જયારે સ્વસ્તિક ગ્રુપ દ્વારા પારેખ શેરીમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મોરબીની ઘંટિયાપા શેરીમાં પણ દર વર્ષની જેમ ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મોરબી શહેરમાં ઠેર ઠેર પંડાલ તૈયાર કરવામાં આવ્યા છે જ્યાં પ્રતિદિન ભગવાન ગણેશની પૂજા, આરતી કરવામાં આવશે અને મહોત્સવના અંતે ગણપતિ વિસર્જન કરવામાં આવશે

Comments
Loading...
WhatsApp chat