



મોરબી શહેરમાં રાધેશ્યામ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દરરોજ અવનવા શણગાર કરવામાં આવે છે.તેમજ સત્યનારાયણની કથા,અન્નકૂટ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે .રાધેશ્યામ ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવમાં આજે ગણપતિને ફુગ્ગાથી શણગાર કરવામાં આવ્યો અને ત્યાં દરરોજ ૩૦૦-૪૦૦ જેટલા ગણેશ ભક્તો મહાઆરતીનો લાભ લેવા ઉમટી પડે છે.

