Billboard ad 1150*250 Billboard ad 1150*250

ગાંધીનગર : દિવાળી બાદ શાળા અને કોલેજ શરુ કરાશે, શિક્ષણ મંત્રીની જાહેરાત

કોરોના મહામારીને પગલે અનેક મહિનાઓથી શાળા અને કોલેજ બંધ છે ત્યારે દિવાળી બાદ શાળા-કોલેજો ખુલશે કે નહિ તે અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં અસમંજસની સ્થિતિ જોવા મળતી હતી જોકે આજે શિક્ષણ મંત્રીએ અગત્યની જાહેરાત કરી છે જેમાં દિવાળી બાદ શાળા અને કોલેજ શરુ કરવાનો નિર્ણય લેવાયો છે
રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે જાહેરાત કરી હતી જેમાં રાજ્યમાં દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ તા. ૨૩ નવેમ્બરથી શાળાઓ શરુ કરાશે જોકે હાલના તબક્કે માત્ર ધોરણ ૯ થી ૧૨ ના વર્ગો શરુ કરાશે અને બાદમાં ક્રમશ અન્ય વર્ગો શરુ કરવામાં આવશે સાથે ઓનલાઈન શિક્ષણ ચાલુ જ રહેશે તેવા સંકેત આપ્યા હતા શાળાએ જનાર બાળક પાસે માતાપિતાનું સંમતીપત્રક હોવું જરૂરી છે રાજ્ય સરકારે કોલેજ અને યુનીવર્સીટીમાં તબક્કાવાર શિક્ષણ કાર્ય શરુ કરવાનો નિર્ણય લીધો છે જેમાં શાળાઓ ઉપરાંત કોલેજ પણ શરુ કરાશે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સાથે કોલેજ અને યુનીવર્સીટીમાં પણ શિક્ષણ શરુ કરવામાં આવશે

Comments
Loading...
WhatsApp chat