



રાષ્ટ્રપિતા ગાંધી બાપુની જન્મજ્યંતીની ઉજવણી ના ભાગરૂપે હળવદ ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા ભવાની મસાણીયા હનુમાનજી મંદિરની બાજુમાં રહેતા ગરીબ પરીવાર ના બાળકોને પાઉંભાજી નું ભૉજન કરાવવામાં આવ્યું.તેમજ બાળકો ને ગાંધી બાપુના જીવન વિષેની માહિતી આપવામાં આવી.આ પ્રોજેક્ટ ના દાતા- ભુરાભાઈ (ભુરેલાલ પાઉંભાજી) વાળા રહ્યા તથા આ પ્રોજેકટ ને સફળ બનાવવા માટે ગૃપ ના પ્રમુખ વિશાલ જયસ્વાલ, ઉપપ્રમુખ અમન ભલગામા,રોહિતભાઈ રબારી, વિપુલભાઈ કરોત્રા, મયુરભાઈ પરમાર, બિપીનભાઈ કાપડીયા, સન્ની ચૌહાણ,ગૌતમ શેઠ, સુનીલભાાઈ પરીખ અને ચંદુભાઈ પટેલ(ફુવા)વગેરે જહેમત ઉઠાવી હતી.

