


હળવદ ના સોનિવાડ વિસ્તાર માં રહીશો દ્વારા હર્ષોઉલ્લાસ થી અને ધામધૂમ થી ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો અને ગણપતી મહોત્સવ દરમિયાન અલગ અલગ ધાર્મિક સાંસ્ક્રુતિક કાર્યક્રમો જેવાકે સુંદરકાંડ ના પાઠ , શ્રી શિવમહિમન સ્તોત્રમ , ધુનભજન ,રાસ ગરબા , વિદ્યાર્થી સન્માન સમારોહ સહિત અનેકવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમ નું આયોજન ખૂબ જ સારી રીતે થયું… વિશેષ માં દરરોજ ગણપતિ બાપ્પા ને નવીન શણગાર થી સજાવી અને ગણપતિ બાપ્પા ની સેવા કરવામાં આવી જેમાં દરરોજ ગણપતિ બાપ્પા ને દરરોજ અલગ અલગ સાફા (મુગટ) પહેરાવી ભગવાન ને રીઝવવા નો પ્રયાસ કરેલ… સવાર સાંજ ધામધૂમ પૂર્વક ગણપતિ દાદા ની આરતી કરવામાં આવતી દરેક કાર્યક્રમ માં સોનિવાડ , શર્માફળી અને આસપાસ ના ભાવિક ભક્તો ઉત્સાહભેર જોડાઈ ને ભાગ લઈ ધન્યતા અનુભવતા… અનંત ચતુર્દશી ના દિવસે બાપા ના વિસર્જન દિન નિમિત્તે ભવ્ય શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભવ્ય યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું … વિસર્જન માં ભાવિક ભક્તો “ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે લોકરિયા” ના નાદ સાથે ભાવવિભોર થઈ અને હળવદ ની મુખ્ય બજાર માં થઇ સામંતસર સરોવર ખાતે ગણપતિ બાપ્પા ની મૂર્તિ નું વિસર્જન કરવામાં આવ્યું.આ કાર્યક્રમ ને સફળ બનાવવા સોનિવાડ , શર્માફળી અને આસપાસ ના વિસ્તાર ના સૌ ભાવિક ભક્તો અને વિશેષ રૂપે ભૂલકાઓ એ ભારે જહેમત ઉઠાવેલ.અમનદવે.કીરણ પડંયા.કુષ્ણસિહ ઝાલા.હેમાંગ દવે.યોગેસ દવે.મયુરસિહ ઝાલા.વગેરે ભારે જહેમત ઉઠાવી હતી.