શ્રાવણીયો જુગાર : મોરબીમાં જુગાર રમતી સાત મહિલાઓ ઝડપાઈ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના ઈન્દિરાનગર વિસ્તરમાંથી સાત મહિલાને જાહેરમાં જુગર રમતા મોરબી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. આઈ.એમ.કોઢીયા ની સૂચનાથી બી ડિવિઝન સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના ઈન્દિરાનગરમાં વોકળા નજીક જાહેરમાં જુગાર રમતા વિનુબેન દિનેશભાઇ વરાણીયા, ખતીજાબેન અબાસભાઈ ભટી, રેખાબેન રાજુભાઇ વરાણીયા,શકિનાબેન અસગરભાઈ ભટ્ટી, સબનાબેન ઇશભાઈ વકાલિયા, મુમતાઝબેન સલીમ સમાં અને ફરજાનાબેન ફારૂકભાઈ પિંજારાને રોકડ રકમ 13,800 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી બી ડિવિઝન પોલીસની આ કામગીરીમાં ક્રિપાલસિંહ ચાવડા, અંબાપ્રતાપસિંહ જાડેજા,વનરાજભાઈ ચાવડા, અર્જુનસિંહ ઝાલા, ભગીરથભાઈ લોખીલ, મુકેશભાઈ જીલરીયા અને હેતલબેન સહિતના સ્ટાફે કરેલ છે

Comments
Loading...
WhatsApp chat