જુગારની મોસમ : મોરબીમાં ત્રણ સ્થળે જુગાર રમતા ૧૪ પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી પંથકમાં બારેમાસ જુગારની મોસમ ચાલતી હોય છે જેમાં ગત રાત્રીના સમયે મોરબી બી ડીવીઝન પોલીસે બે દરોડા જયારે તાલુકા પોલીસે એક દરોડામાં કુલ ૧૪ પત્તાપ્રેમીઓને રોકડ રકમ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.

મોરબી તાલુકાના મકનસર ગામે આવેલા ગોકુલનગરમાં મોડી રાત્રીના જાહેરમાં જુગાર ચાલતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો કર્યો હતો જેમાં જાબુજી ચતુરશી સોલંકી, મુલજી શંકર પુરોહિત, શૈલેશ ગોવિંદ પુરોહિત, કુલદીપ લાલજી ગોહેલ અને વિક્રમ રૂપરામ જોષી એ પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને ૫૦,૧૫૦ ની રોકડા રકમ જપ્ત કરવામાં આવી છે

જયારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીક જાહેરમાં જુગાર ધમધમતો હોવાની બાતમીને પગલે દરોડો કરતા જુગાર રમી રહેલા રાહુલ રમેશ વાગડિયા, વિશાલ ઠાકરશી પટેલ, નરેશ ઝવેર દેસાઈ, ધવલ ભીમજી પટેલ એમ ચારને ઝડપી લઈને ૭૧,૧૮૦ ની રોકડ જપ્ત કરી છે જયારે અન્ય દરોડામાં સો ઓરડી નજીકના પરશુરામ પોટરી ગ્રાઉન્ડમાં જુગાર અંગે બાતમી મળતા પોલીસે દરોડો કરીને રાજેશ દિનેશ ચલાડીયા, અફઝલ અકબર સમાં, કેતન રમેશ ચાવડા, નીતિન અરજણ શિયાણી અને સંદીપ બેચર ચાઉં એમ પાંચ જુગારીઓને ઝડપી લઈને ૧૩,૩૦૦ ની રોકડ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat