Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં ઠેર ઠેર જુગારના દરોડા, ચાર સ્થળેથી ૧૯ પત્તાપ્રેમીઓને ઝડપી લેવાયા

મોરબી પંથકમાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો છે ત્યારે રક્ષાબંધનના પર્વ નિમિતે મોરબી બી ડીવીઝન પોલીસે ચાર સ્થળે દરોડા કરીને કુલ ૧૯ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે

મોરબી પંથકમાં ઠેર ઠેર જુગારના ધમધમાટ વચ્ચે મોરબી બી ડીવીઝન પોલીસે ચાર સ્થળે દરોડા કર્યા હતા જેમાં પ્રથમ દરોડામાં સો ઓરડી મેલડી માં મંદિર પાસે જુગાર રમતા પ્રવીણ મુળજી પરમાર અને ભરત ભવાન રાંગા એ બેને ઝડપી ૧૫,૨૪૦ ની રોકડ જપ્ત કરી છે જયારે બીજા દરોડામાં સર્કીટ હાઉસ નજીક જાહેર જુગાર રમતા રાજેશ જીવણ કોળી, રાજેશ સોમા કોળી અને પ્રફુલ ચંદુ બામણીયા એમ ત્રણને ઝડપી ૧૨,૩૦૦ જપ્ત કરી છે

જયારે મોરબી વાંકાનેર હાઈવે પર વિશાલ ફર્નીચર પાછળ જુગાર રમતા હાર્દિક કાંતિ ઝાલરીયા, નાગરાજ અનોપસિંહ સોલંકી, હિરેન ભાણજી માકાસણા, જયદીપ દેવજી વરમોરા, પાર્થ કાંતિ બરાસરિયા અને મિત મહેશ અઘારા એમ છને ઝડપી ૩૫૦૫૦ ની રોકડ જપ્ત કરી છે તે ઉપરાંત ઇન્દિરાનગરમાં દરોડો કરી જાહેરમાં જુગાર રમતા નારણ પુંજા દેથરીયા, ગોપાલ પ્રભુ ઝીન્ઝવાડિયા,કનું વાલજી કોળી, પ્રીત સુંદરજી ધોળકીયા, રણજીત કાના સાતેલા, રોહિત કેશુ કુપરીયા, સોમેશ રાજેશ સાતેલા અને હરેશ નારણ માન્જુઆ એમ આઠને ઝડપી ૨૯,૩૦૦ ની રોકડ જપ્ત કરી તમામ પત્તાપ્રેમીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat