મોરબીમાં બે સ્થળે જુગારના દરોડા, પોલીસે ત્રણ શખ્શોને રોકડ સાથે ઝડપ્યા

મોરબી પંથકમાં જુગારનું દુષણ દિનપ્રતિદિન વધી રહ્યું છે જેમાં બે સ્થળે દરોડામાં પોલીસે જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે.

મોરબીના વજેપર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરતા નિઝામ સલીમભાઈ મોવર રહે. મોરબી મચ્છીપીઠ અને સાબિર અબ્દુલ બુખારી રહે. ઘાંચી શેરી મોરબી એ બંને ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ ૫૦૪૦ જપ્ત કરી છે

મોરબીના અયોધ્યાપુરી રોડ પર જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમાડતો આરોપી મન્સુર અલાઉદીન અન્સારી રહે. મોરબી જોન્સનગર વાળાને ઝડપી લઈને જુગારનું સાહિત્ય તેમજ રોકડ ૩૭૦ રૂ. જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat