Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં વસુંધરા લોજીસ્ટીકમાં જુગારધામ ઝડપાયું, સાત પત્તાપ્રેમીઓ સંકજામાં

મોરબીમાં વસુંધરા લોજીસ્ટીક નામની દુકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે મોરબી બી ડીવીઝન પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ રાજકોટના ઢેબર રોડ અપર નહેરુનગરમાં રહેતા રમણીકભાઈ ગોવિંદભાઈ ચાવડાની મોરબીના વસુંધરા લોજીસ્ટીક નામની દુકાનમાં જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે મોરબી બી ડીવીઝન પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમી રહેલા રમણીકભાઈ ગોવિંદભાઈ ચાવડા, અશોકભાઈ જેઠાભાઈ ભુભરીયા, સુરજભાઈ ઉર્ફે સૂર્યો રમેશભાઈ સીતાપરા, અનિલભાઈ ધીરુભાઈ વીરડા, મિલનભાઈ લાભુભાઈ બાલાસરા, અજયસિંહ દશરથસિંહ ઝાલા અને બ્રિજરાજસિંહ રવિન્દ્રસિંહ જાડેજાને રોકડ રકમ કીમત રૂ.૩૮,૦૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat