Billboard ad 1150*250 Billboard ad 1150*250

નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓનો સેવાયજ્ઞ, કેરળ પુરપીડિતો માટે ફંડ એકત્ર કર્યું

કેરળમાં આવેલા ભયંકર જળ હોનારતે સર્જેલી તારાજીને પગલે લાખો લોકો બેઘર થયા છે જે પુર પીડિતોની મદદ માટે દેશભરમાંથી સહાયનો ધોધ વરસી રહ્યો છે ત્યારે મોરબીની લો કોલેજના વિદ્યાર્થીઓએ પુર પીડિતો માટે ફંડ એકત્ર કર્યું હતું

મોરબીની નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજે શહેરના વિવિધ સ્થળ પર ઉભા રહીને કેરલ પુર પીડિતો માટે ફંડ એકત્ર કર્યું હતું જેમાં માત્ર એક જ કલાકમાં ૩૦ હજાર રૂપિયાની રકમ એકત્ર કરી હતી જયારે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા તરફથી ૨૧ હજારનું અનુદાન આપીને ૫૧ હજારની રકમ પુર પીડિતો માટે એકત્ર કરીને માનવતાને મહેકાવી છે તો સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ ઉદાર હાથે દાન આપનાર મોરબીવાસીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને શુભ કાર્ય કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે

Comments
Loading...
WhatsApp chat