Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી નગરપાલિકાની પેટા ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

ભાજપ-કોંગ્રેસ વચ્ચે વધુ સીટો જીતવા રસાકસી, કોંગ્રેસ માટે જીતવું અનિવાર્ય

મોરબી નગરપાલિકામાં કોંગ્રેસના બાગી સદસ્યો ગેરલાયક ઠેરવ્યા બાદ પેટા ચુંટણીના નગારે ઘા થયા છે જેમાં ત્રણ વોર્ડની છ બેઠકો માટેના ચુંટણી જંગમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અને ભાજપના જીલ્લાના હોદેદારો વચ્ચે રસાકસીભર્યો જંગ જોવા મળી સકે છે

મોરબી નગરપાલિકાની પેટા ચુંટણી માટે તા ૨૫ ના રોજ મતદાન થનાર છે જે પેટા ચુંટણીના ફોર્મ ભરીને ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્રણ વોર્ડની છ બેઠકોની ચુંટણી માટે ભાજપ અને કોંગ્રેસના છ છ ઉમેદવારો વચ્ચે સીધી જંગ છે તો પાલિકાની હાલની સ્થિતિ પ્રમાણે કોંગ્રેસને સત્તા જાળવી રાખવા માટે મહત્તમ બેઠકો જીતવી જરૂરી છે

તો કોંગ્રેસ પાસેથી વધુ સીટો કબજે કરવા માટે ભાજપ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે પેટા ચુંટણીનું મહત્વ ઉમેદવારોની પસંદગી પરથી પણ જોઈ સકાય છે કોંગ્રેસે શહેર પ્રમુખ રાજુભાઈ કાવરને જયારે ભાજપે હોદેદાર પ્રભુભાઈ ભૂતને મેદાનમાં ઉતાર્યા છે અને ૨૫ તારીખે મતદાન યોજવામાં આવશે

ભાજપના ઉમેદવારોના નામ
વોર્ડ નં ૦૧ પ્રભુભાઈ ભૂત, સંગીતાબેન હરેશભાઈ બુચ
વોર્ડ નં ૦૩ પ્રવિણાબેન ત્રિવેદી
વોર્ડ નં ૦૬ હનીફભાઈ મોવર, સુરભીબેન ભોજાણી, મીનાબેન હડીયલ

કોંગ્રેસના ઉમેદવારોના નામ
વોર્ડ નં ૦૧ રાજેશભાઈ કાવર, મીનાબેન જાકાસણીયા
વોર્ડ નં ૦૩ કૈલાશબા જાડેજા
વોર્ડ નં ૦૬ જયદેવ કણઝારીયા, ગુણવંતીબેન પરમાર, સારલા ભાવનાબેન

Comments
Loading...
WhatsApp chat