



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
અગાઉ પણ રજૂઆત છતા સ્થિતિ જેમની તેમ,
ચીફ ઓફિસરે આપી ખાતરી
મોરબીના વાઘપરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી દુષિત પાણીની સમસ્યાથી પીડિત લત્તાવાસીઓનો મોરચો પાલિકા કચેરી જોવા મળે છે ગઈકાલે જ હજુ પાલિકાએ વાઘપરાના રહીશોએ હલ્લાબોલ કર્યા બાદ આજે ફરીથી વાઘપરા વિસ્તારના રહીશો કચેરીએ દોડી ગયા હતા અને દુષિત પાણી મામલે તંત્રને રજૂઆત કરી હતી
મોરબીના વાઘપરા વિસ્તારમાં છેલ્લા ૧૫-૨૦ દિવસથી પાણી દુષિત આવે છે અને છેલ્લા એક સપ્તાહમાં આ વિસ્તારના રહીશો આજે ત્રીજી વખત પાલિકા કચેરીએ મોરચો માંડ્યો હતો અને પાલિકાના ચીફ ઓફીસરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે વિસ્તારમાં છેલ્લા પખવાડિયા કરતા વધુ સમયથી દુષિત પાણી આવે છે જેથી વિસ્તારના રહીશોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે પાણીમાં દુર્ગંધ આવે છે તે ઉપરાંત વિસ્તારમાં ગટરની સફાઈ પણ સમયસર થતી નથી સાથે જ સ્ટ્રીટ લાઈટ પણ બંધ હોય જે મામલે પાલિકાના ચીફ ઓફીસરને રજૂઆત કરી હતી ચીફ ઓફિસર સાગર રાડિયાએ લત્તાવાસીઓને યોગ્ય કરવાની ખાતરી આપી હતી અને સમસ્યા ઉકેલવામાં આવશે તેમ જણાવતા લત્તાવાસીઓ નું ટોળું પરત ફર્યું હતું



