મગનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ૨૯ મે થી ગ્રામ પંચાયતમાં VCE થકી નોંધણી કરાવી શકાશે

ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ઉનાળુ સીઝન ૨૦૨૨-૨૩ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે મગની ખરીદી કરવામાં આવનાર છે. જે અન્વયે રૂ. ૭૭૫૫ પ્રતિ ક્વિન્ટલના ભાવે મગની ખરીદી કરવામાં આવનાર છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડુતોની ઓનલાઇન નોંધણી ગ્રામ્ય કક્ષાએ VCE-વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર મારફત ગ્રામ પંચાયત ખાતે તા. ૨૯/૦૫/૨૦૨૩ થી કરવામાં આવશે.

જે અંતર્ગત મોરબી જિલ્લામાં મગનું વાવેતર કરેલ હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડૂતોએ ઈ – સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે તેવું મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણની યાદીમાં જણાવાયું છે.

Comments
Loading...
WhatsApp chat