વાંકાનેરના કોઠારિયા ગામેથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલની રાહબરી હેઠળ વશરામભાઈ દેવાયતભાઈ, જીતેન્દ્રસિંહ તીથવાની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કોઠારિયા ગામના વિજયભાઈ ચકુભાઈ કોબીયા અને જયદીપ ગોરધન કોબીયા બંને વિજયભાઈ ચકુભાઈના ઘર પાસે દારૂનું વેચાણ કરે છે જે બાતમીને આધારે પીએપ્સઆઈ બી ડી પરમાર, વશરામભાઈ દેવાયતભાઈ, જીતેન્દ્રસિંહ દિલીપસિંહ, જગદીશભાઈ ચીકાભાઈ અને હરપાલસિંહ જયેન્દ્રસિંહ સહિતની ટીમે દરોડો કરી વિજય ચકુભાઈ કોબીયા (ઉ.વ.૩૧) વાળાને ઝડપી લઈને ૨૫ બોટલ વિદેશી દારૂ કીમત રૂ ૭૫૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat