Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં નિશુલ્ક યોગ શિબિર સંપન્ન

પી જી પટેલ કોલેજમાં યોજાયેલ યોગ શિબિરમાં મોરબીવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આશરે 120 જેટલા જિજ્ઞાસુઓને તાવરીયાજી પ્રણીત 3એસ.આર.બી. સિસ્ટમના સિનિયર પ્રશિક્ષક બહાદુરસિંહ સુચરીયાજીએ હળવી શૈલીમાં દરરોજ 7 મિનિટની લયબદ્ધ શ્વસન ક્રિયાની તાલીમ આપી હતી.

કાર્યક્રમને અંતે શ્રી રામ યોગ કેન્દ્ર મોરબી દ્વારા કાયમી ધોરણે ચાલતા આ નિઃશુલ્ક યોગ કેન્દ્રોનો લાભ લેવા સૌ મોરબીવાસીઓને અનુરોધ કરાયો હતો. મોરબીમાં ચાલતા કાયમી કેન્દ્રોની વિગતો ભાઈઓ માટે દરરોજ સવાર ૦૬ વાગ્યે માર્કેટિંગ યાર્ડ અને ઉમા ટાઉનશીપ, દરરોજ સાંજ 6.30 વાગ્યે સરદારબાગ અને અઠવાડિક કેન્દ્ર દર રવિવારે સવારે 8.00 વાગ્યે શ્રી પી.જી.પટેલ કોલેજ ઓડિટોરિયમ ( ત્રીજા માળે ) નિયમિત ચાલે છે. આ ઉપરાંત બહેનો માટે અલગ અલગ જગ્યાએ 5 કેન્દ્રો ચાલે છે. કેન્દ્રો વિષે વધુ માહીતી માટે શ્રી યોગેશ પંડ્યાનો (મો 9879612356 )કોન્ટેક્ટ કરવા જણાવાયું છે

Comments
Loading...
WhatsApp chat