મોરબીમાં યોગ ટ્રેનર માટેની નિશુલ્ક તાલીમ અને સર્ટીફીકેટ વિતરણ કરાયું

 

યોગ ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઈચ્છુંક લોકો માટે મોરબીમાં નિશુલ્ક યોગ ટ્રેનર તાલીમનું આયોજન કરાયું હતું જે તાલીમ બાદ સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યું હતું

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનરની તાલીમ યોજાઈ હતી અને બાદમાં યોગ ટ્રેનરના સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં યોગ ટ્રેનર ઈન્ટરવ્યું ગોઠવ્યું હતું કાર્યક્રમમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિમાયેલ સૌરાષ્ટ્ર કચ્છ ઝોનના યોગ કો ઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી,  કચ્છ જિલ્લાના જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર વિજયભાઈ શેઠ અને વાંકાનેર તાલુકાના યોગ કોચ દિપાલીબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તમામ યોગ ટ્રેનરના ફિટનેસ ટેસ્ટ લેવામાં આવેલ. આ આયોજન મોરબી જિલ્લાના યોગ કો ઓર્ડીનેટર વાલજી પી. ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ઇન્ટરવ્યૂમાં ફીટ થાય બાદ તમામ યોગ ટ્રેનર દ્વારા પોતાના વિસ્તારમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના બેનર હેઠળ નિ:શુલ્ક યોગ વર્ગો શરૂ કરશે. તેમજ તારીખ : ૩૦-૦૬-૨૦૨૨ ને ગુરુવારના રોજ બપોરે ૪ થી ૫ દરમિયાન યોગ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માટે નિ:શુલ્ક યોગ ટ્રેનર તાલીમ અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન વિનય કરાટે એકેડમી અને ભક્તિ યોગ સેન્ટર, શ્રી હરિ કૉમ્પ્લેક્સ, અવની ચોકડી પાસે, કેનાલ રોડ, મોરબી ખાતે કરવામાં આવેલ છે. વધુ માહિતી મેળવવા માટે 95862 82527

 

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat