મોરબીમાં રવિવારે નિશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ

ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા મહિપતસિંહ દાદુભા ઝાલા (ઝાલા બાપુ) શક્તિ મેડીકલ ગ્રુપના આર્થિક સહયોગથી તા. ૨૧ ને રવિવારના રોજ સવારે ૯ થી બપોરે ૧ સુધી રામકૃષ્ણ પ્રાથમિક શાળા, મહેન્દ્રનગર રોડ મોરબી-૨ ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરેલ છે

જે સર્વરોગ નિદાન કેમ્પમાં હાડકાના રોગો, હૃદય રોગ, ચામડીના રોગો, અને દાંતના રોગોનું નિદાન કરી સારવાર કરી આપવામાં આવશે જેમાં નિષ્ણાંત ડોકટરો સેવા આપશે નિદાન કેમ્પનો લાભ લેવા માટે તા. ૧૯ સુધીમાં નામ નોંધાવવા જરૂરી છે નામ નોંધાવવા માટે શક્તિ મેડીકલ, મોરબી ૨, શક્તિ સ્ટેશનરી એન્ડ જનરલ સ્ટોર મહારાણા પ્રતાપ સર્કલ મોરબી, શક્તિ મેડીકલ એન્ડ જનરલ સ્ટોર, શોભેશ્વર રોડ મોરબી, પટેલ ઓફસેટ રામચોક મોરબી અને પંચમુખી રોટરી દવાખાનું અરુણોદયનગર મોરબી ૨ ખાતે નામ નોંધાવવા માટે સંસ્થાના પ્રમુખ હર્ષદભાઈ ગામી અને સેક્રેટરી ભાવેશભાઈ દોશીની યાદી જણાવે છે

Comments
Loading...
WhatsApp chat