



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
આ સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ વાડી વિસ્તારમાંથી સ્કૂલે અભ્યાસ કરવા માટે આવે છે.
ચોમાસાની સીઝનમાં બાળકોને વરસાદને હિસાબે અભ્યાસ ઉપર અસર ન થાય અને રેઇનકોટ પહેરી નિયમિત સ્કૂલે આવી અભ્યાસ ચાલુ રાખી શકે તે માટે રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા 36 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટનું ડોનેશન ડો.બી.ટી. માલમપરા તરફથી એમના 62માં જન્મદિવસ નિમિત્તે આપવામાં આવ્યું હતું
આ પ્રોજેક્ટમાં રોટરી પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પટેલ, નરભેરામભાઈ અઘારા, કલ્પેશભાઈ ભોરણીયા હાજર રહ્યા હતા.
પ્રોજેક્ટ ચેરમેન રાજેન્દ્રસિંહ રાણાએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.



