Billboard ad 1150*250

હળવદમાં પ્રધાનમંત્રી ના જન્મદિવસ નિમિતે નિઃશુલ્ક મોન્સૂન મેડિકલ કેમ્પ યોજાયો

0 63
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો  https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews 

વડાપ્રધાન મોદી ના ૬૯ માં જન્મદિવસ નિમિત્તે મેગા મેડીકલ કેમ્પ યોજાયો

Post ad 3

હળવદ માં ગુજરાત ના પનોતા પુત્ર અને દેશ ના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં હળવદ ના સરકારી દવાખાના ખાતે મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદ તાલુકા તથા આસપાસ ના વિસ્તાર ના જરૂરિયાતમંદ દર્દીઓ ઉમટી પડ્યા હતા, જેમાં અત્યારે વરસાદી વાતાવરણ ના લીધે અનેક રોગ નો ભોગ દર્દીઓ બનતા હોય છે ત્યારે તેમની ઉચિત સારવાર મળી રહે તે માટે શહેર ભાજપ , હળવદ નગરપાલિકા , ડોકટર સેલ અને હળવદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ના સંયુક્ત ઉપક્રમે મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડો. બી.ટી.માલમપરા , ડો. કૌશલભાઈ ઝાલરીયા , ડો અશ્વિનભાઈ અદ્રોજા , ડો. સી.ટી.પટેલ , ડો.અશ્વિભાઈ જોશી , ડો. હિતેશભાઈ મોરડીયા , ડો. અશ્વિનભાઈ પટેલ , ડો જલ્પાબેન માલમપરા સહિત ડોક્ટરો ની ટિમ એ પોતાની અમૂલ્ય સેવા નિઃશુલ્ક આપી હતી અને જેનો હળવદ તાલુકા ના દર્દીઓ એ લાભ લીધો હતો સાથે સાથે હોસ્પિટલ માં દાખલ દર્દીઓ અને ડિલિવરી થયેલ બહેનો ને ફ્રૂટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમના પ્રારંભે પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા , ડો .બી.ટી.માલમપરા સાહેબ , ન.પા પ્રમુખ હીનાબેન રાવલ , હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ , રણછોડભાઈ દલવાઈ, કેતનભાઈ દવે ,રમેશ ભગત , સંદીપ પટેલ , તપન દવે સહિત આગેવાનો એ દીપ પ્રાગટય કરી અને કાર્યક્રમ ને ખુલો મુક્યો હતો આ કાર્યક્રમ માં 500 ઉપરાંત દર્દીઓએ આ કેમ્પ નો લાભ લીધો હતો અને જરૂરિયાત મુજબ ની દવાઓ ડો.બી.ટી.માલમપરા સાહેબ દ્વારા પુરી પાડવામાં આવી હતી

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat