

જલારામ જયંતી ઉત્સવ સમિતિ તથા લોહાણા મિત્ર મંડળ દ્વારા તા. ૩૦ ને રવિવારના રોજ લોહાણા વિદ્યાથી ભવન મોરબી ખાતે રઘુવંશી યુવક અને યુવતીઓ માટે નિશુલ્ક પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે
જે પરિચય મેળામાં જોડાનાર દરેક ઉમેદવાર અને તેના બે વાલીઓને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે તે ઉપરાંત બુકલેટ પણ વિનામૂલ્યે મળશે પરિચય મેળામાં અત્યાર સુધી યુવક એન્ટ્રી ૫૨૦ અને યુવતી એન્ટ્રી ૨૨૩ આવેલ છે તેમજ પરિચય મેળાના દિવસે પણ સપોર્ટ એન્ટ્રી આપવામાં આવશે આ કાર્યક્રમમાં લોહાણા વિદ્યાર્થી ભવન કારોબારી તથા ટ્રસ્ટી મંડળ તેમજ પોપટ પરિવાર જીવનધારા વેવિશાળ માહિતી કેન્દ્ર પણ સહયોગ આપ્યો છે પરિચય મેળાની વધુ માહિતી માટે ભુપતભાઈ રવેશિયા, મહેશભાઈ રાજાનો સંપર્ક કરવા જણાવ્યું છે
પરિચય મેળાના સ્થળે સવારથી થેલેસેમિયા કેમ્પનું પણ ફ્રી આયોજન લોહાણા મહાપરિષદના સહયોગથી કરવામાં આવ્યું છે જેનો રઘુવંશી સમજે લાભ લેવા આયોજકોની યાદીમાં જણાવ્યું છે



