મોરબીમાં રઘુવંશી યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક પરિચય મેળો યોજાયો

જલારામ જયંતિ ઉત્સવ સમિતિ અને લોહાણા મિત્ર મંડળ દ્વારા આજે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે રઘુવંશી યુવક યુવતી માટે નિઃશુલ્ક પરિચય મેળો તેમજ નિશુલ્ક થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

રઘુવંશી યુવક અને યુવતીઓએ માટે આયોજિત પરિચય મેળામાં કુલ 623 યુવકો અને 275 યુવતીઓએ ભાગ લીધો હતો તે ઉપરાંત થેલેસેમીયા કેમ્પ યોજવામાં આવેલ જે કેમ્પનો 110 યુવક અને યુવતીઓએ ભાગ લીધો હતો પરિચય મેળામાં ભાગ લેનાર દરેક યુવક-યુવતીઓને બીએસએનએલનું સીમકાર્ડ આપવામાં આવ્યું હતું તેમજ બુકલેટ પણ આપવામાં આવી હતી પરિચય મેળાને સફળ બનાવવા માટે સંસ્થાના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી અને પરિચય મેળામાં યુવક-યુવતીઓ સાથે વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

Comments
Loading...
WhatsApp chat