



ભારત વિકાસ પરિષદ મોરબી અને રાજકોટ આનંદનગર શાખા દ્વારા આગામી તા. ૦૬-૦૧-૨૦૧૯ ના રોજ સવારે ૮ કલાકે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, નવા બસ સ્ટેન્ડ પાછળ મોરબી ખાતે નિશુલ્ક વિકલાંગ કેમ્પ અને ટ્રાયસિકલ વિતરણ કેમ્પ યોજાશે
જે કેમ્પમાં કુત્રિમ હાથ, પગ, કેલીપર્સ, ઘોડી વોકિંગ અને ટ્રાયસિકલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે જેમાં નોંધણી કરાવવા માટે મનોજભાઈ ભટ્ટ ૯૯૦૯૨ ૦૯૪૮૪, ડો જયેશ પનારા ૯૮૨૫૬ ૨૧૨૧૪, દિલીપભાઈ પરમાર ૯૮૭૯૯ ૧૦૭૧૫, ડો. મનુભાઈ કૈલા ૯૮૨૫૪ ૦૫૦૭૬, પરેશભાઈ મિયાત્રા ૯૯૭૯૯ ૬૦૪૭૭ અને યોગેશભાઈ જોશી ૯૦૩૩૯ ૫૩૨૨૪ પર સંપર્ક કરવા જણાવ્યું છે નામ નોંધણી બાદ તા. ૧૬-૧૨-૧૮ ના રોજ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી ખાતે સવારે ૮ કલાકે માપ આપવાનું રહેશે અને તા. ૦૬-૦૧-૨૦૧૯ ના રોજ સાધન સહાય અર્પણ કરવામાં આવશે
કેમ્પમાં સાધન સહાયનો લાભ લેવા માટે વિકલાંગ લાભાર્થીએ ૪’ ૬’ નો ફોટો (વિકલાંગતા દર્શાવતો), આવકનો દાખલો, રેશનીંગ કાર્ડ ઝેરોક્ષ, સિવિલ સર્જન દ્વારા અપાયેલ વિકલાંગતા પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે સાધન સહાય કેમ્પનો વિકલાંગ લાભાર્થીઓએ લાભ લેવા પ્રમુખ વિનોદભાઈ પટેલ, મંત્રી દીપકગીરી ગોસ્વામી, સૌ.કચ્છ પ્રાંત ખજાનચી જેઠસુરભાઈ ગુજરિયા અને મોરબી સંયોજક રવિન્દ્રભાઈ ત્રિવેદીની યાદીમાં જણાવ્યું છે



