Billboard ad 1150*250

ટંકારાના ધ્રુવનગર ગામે માસ્ક તથા સેનીટાઇઝર નું વિનામૂલ્યે વિતરણ

0 200

  ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ મહામારી નું સંક્રમણ અટકાવવા દુકાનો બપોર પછી બંધ રખાઇ છે. લોકો સ્વૈચ્છિક રીતે જરૂરી વગર અવર જવર ટાળી રહેલ છે. સ્વૈચ્છિક લોકડાઉંન રાખી રહેલ છે.

 ધ્રુવનગર માં શ્રી ગંગા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધ્રુવનગર તથા રાજાવડ ગામના લોકોને માસ્ક તથા સેનીટાઇઝર નો વિનામૂલ્યે વિતરણ કરાયેલ છે. દેવકરણભાઈ ભટાસણા તથા રાજેશભાઈ ભટાસના દુવારા 2000 થી વધુ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું છે.લોકોને આ માસ્કનો વધુમાં વધુ ઉપયોગ કરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જણાવેલ છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat