

મોરબીના સેવાભાવી વૈધ કિશોરભાઈ વાણંદ દ્વારા તેમના માતૃશ્રી સ્વ. જયાબેન મુળજીભાઈ દશાડીયાના સ્મરણાર્થે તા. ૨૦ થી ૩ માસ સુધી શિયાળા દરમિયાન વિનામૂલ્યે આરોગ્યવર્ધક ઉકાળા વિતરણ શરુ કરવામાં આવ્યું છે
મોરબીના વસંત પ્લોટ ૧૦ માં વિજય હેર ડ્રેસર ખાતે સવારે ૭ થી ૮ સુધી વિનામૂલ્યે આરોગ્ય વર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે દિવ્ય વનસ્પતિમાંથી બનાવેલ ઉકાળો શિયાળામાં ડેન્ગ્યું, ચીકનગુનિયા, જીણો તાવ અને જૂની શરદી જેવા રોગોનો રામબાણ ઈલાજ હોય જેથી ઉકાળા કેન્દ્રનો મોરબીની જાહેર જનતાએ લાભ લેવા વૈધ કિશોરભાઈ દશાડીયાએ અનુરોધ કર્યો છે