મોરબીમાં રવિવારે ચક્લીઘર, માટીના પરબનું વિનામૂલ્યે વિતરણ

લુપ્ત થઇ રહેલી ચકલીની પ્રજાતિને બચાવવા માટે અનેકવિધ સંસ્થાઓ કાર્યરત છે અને જેમાં મોરબી ખાતે સેવાભાવી સંસ્થાઓના સહયોગથી રવિવારે વિનામૂલ્યે ચકલીઘર, માટીના પરબ અને પ્લાસ્ટિકના ચબુતરાનું વિતરણ કરવામાં આવશે.

આજે જયારે જંગલોનો વિનાશ થઇ રહ્યો છે તો સિમેન્ટ ક્રોન્કિટના જંગલ સમાન શહેરોમાં ચકલી જેવા પક્ષીઓને નિવાસ માટે સ્થળ મળતું ના હોવાથી ચકલીઓની સંખ્યા ઘટી રહી છે જેથી લુપ્ત થઇ પ્રજાતિને બચાવવા માટે નવરંગ નેચર ક્લબ અને મોરબીના દાતાઓના સહયોગથી તા. ૧૩ ને રવિવારે સવારે ૯ થી ૧૨ કલાકે જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે પૂઠાના ચકલીઘર, માટીના પાણીના પરબ અને પ્લાસ્ટીકના ચબુતરાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ભાજપ અગ્રણી આપાભાઈ કુંભારવાડિયા, પ્રભુભાઈ ભૂત, પ્રકાશભાઈ ચબાડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે

Comments
Loading...
WhatsApp chat