


મોરબીની રાધે ક્રિશ્ન હોસ્પિટલ દ્વારા તા. ૦૮ ને રવિવારે સવારે ૯ કલાકથી વિનામૂલ્યે ડાયાબીટીસ અને બીપી નિદાન કેમ્પ યોજવામાં આવશે
મોરબીના સાવસર પ્લોટ ખાતે આવેલી રાધે ક્રિશ્ન હોસ્પિટલ ખાતે યોજાનાર નિદાન કેમ્પમાં ડાયાબીટીસ, બીપીની તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે ઉપરાંત જરૂરિયાતમંદ હૃદયરોગના દર્દીઓ માટે કાર્ડિયોગ્રામ, અને એક્સ રેની સુવિધા રાહતદરે આપવામાં આવશે જે કેમ્પમાં ડો. રવિ ઉધરેજા સેવાઓ આપશે અને દર્દીઓને તપાસશે કેમ્પનો લાભ લેવા માટે ૯૯૨૫૨ ૦૦૦૪૭ અને ૦૨૮૨૨ ૨૨૫૪૪૪ પર નામ નોંધાવવા યાદીમાં જણાવ્યું છે.

