


વાંકાનેર પીજીવીસીએલમાં ફરજ બજાવતા કર્મચારીએ વીજ બીલના ઉઘરાણી કર્યા બાદ રકમ તે કચેરીમાં જમા નહિ કરાવીને સરકારી નાણાની ઉચાપત કર્યાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે
પીજીવીસીએલના ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી ૧ ના નાયબ ઈજનેર વાસુદેવભાઈ છગનભાઈ જેઠલોજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી મુસ્તાક અબુબકર એમર રહે. વાંકાનેર આસીયાના સોસાયટી, રાજેશ અરવિંદ પરમાર રહે વાંકાનેર પેડક સોસાયટી અને મહોમદ અલ્લારખા કુરેશી રહે વાંકાનેર લક્ષ્મીપરા એ આરોપી પૈકી મુસ્તાક એમર વાંકાનેર પીજીવીસીએલ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી ૧ માં ઈલેક્ટ્રીકલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો હોય જેને વીજ બીલ પેટે રસીદ અઆપી જુદી જુદી ચાર રસીદના ૩૦,૧૧૫ વસુલ લઈએ તે નાણા કચેરીમાં જમા કારવ્યા નહિ
અને આરોપી રાજેશ પરમાર સીનીયર આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો હોય જેને વીજબીલ વસુલાત કરવામાં આવેલ નાણા OMR બૂકમાંથી આપવામાં આવેલ રસીદો સાથે સરખાવી તપાસી નાણા જમા લેવાની છે અને આરોપી મહોમદ કુરેશી નાયબ અધિક્ષક હિસાબી તરીકે ફરજ બજાવતા હોય જેને રેવન્યુ વિભાગ વડા હોય તેની કસ્ટડીમાં OMR બૂક રહેતી હોય તે ગુમ કરી પુરાવાનો નાશ એકબીજાને મદદગારી કર્યાની અને સરકારી નાણાની ઉચાપત તેમજ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે