મોરબીમા પિતાની નજર સામે ડમ્પરની ઠોકરે ચાર વર્ષના માસૂમનું મોત

અન્ય અકસ્માતમાં ટેન્કરે તરુણને ઠોકરે ચડાવતા મોત

મોરબી પંથકમાં અકસ્માતોની વણઝાર ચાલી હોય તેમ દરરોજ અકસ્માતમાં નિર્દોષ નાગરિકો હોમાઈ રહ્યા છે જેમાં વધુ બે અકસ્માત રંગપર અને જેતપર રોડ પર સર્જાયા હતા જેમાં ચાર વર્ષના માસૂમ બાળક અને ૧૫ વર્ષના તરુણનું કરુણ મોત થયું છે.

મોરબીના રંગપર રોડ પરના સાંઈમેક્સ સિરામિક ફેક્ટરીમાં ગત રાત્રના સાડા બાર વાગ્યાના સુમારે લઘુશંકા કરવા જતા રાહુલ શંભુભાઈ કોડિયાતર (ઉ.વ.૧૫) ને ટેન્કર નંબર જીજે ૧૦ વી ૬૫૬૧ ના ચાલકે હડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું છે બનાવ અંગે તાલુકા પોલીસે પાણીના ટેન્કર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ મુકેશ ચાવડા અને અરવિંદભાઈ મકવાણા ચલાવી રહ્યા છે.

જયારે બીજા બનાવમાં મોરબીના જેતપર રોડ પર આવેલા પાવરીયારી નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પર નં જીજે ૦૩ એએક્સ ૭૬૪૩ જેતપરથી મોરબી આવતું હતું જે પાવરીયારી નજીક પહોંચ્યું ત્યારે અયાન સંજયભાઈ પસાયા (ઉ.વ.૦૪) વાળો રોડ ક્રોસ કરતો હોય જેને ડમ્પરે ટક્કર મારતા બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જયારે ડમ્પર ચાલક ડમ્પર મૂકી નાસી ગયો હતો

મૃતક બાળકના પિતા નવા બની રહેલા કોમ્પ્લેક્ષમાં સિક્યુરીટી તરીકે ફરજ બજાવતા હતા અને પિતાની નજર સામે જ બાળકનું કરુણ મોત થયું હતું તાલુકા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ મુકેશભાઈ ચાવડા અને અરવિંદભાઈ મકવાણા ચલાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat