


ટંકારાના સાવડી ગામે મકાન વિવાદ મામલે ચાર મહિલાઓએ એકસંપ કરીને પટેલ મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના સાવડી ગામના રહેવાસી નર્મદાબેન વસંતભાઈ પટેલ (ઊ.વ. ૩૬) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેણે મકાન બાબતે વીવાળા ચાલતો હોય જે બાબતનો ખાર રાખીને આરોપી ભગવતીબેન હેમંતભાઈ દુબરિયા, ચંદ્નીબેન હેમંતભાઈ દુબરિયા રહે. બંને ટંકારા તેમજ મંજુલાબેન જીવણભાઈ દુબરિયા અને ઉર્મિલાબેન સંજયભાઈ દુબરિયા રહે. કલ્યાણપર તા. ટંકારાવાળાએ તેની સાથે ઉગ્ર બોલાચાલી કરી ઢીકા પાટુંનો માર મારી અપશબ્દોનો વરસાદ વરસાવ્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ જણાવ્યું હતું. ટંકારા પોલીસે મહિલાની ફરિયાદને આધારે ચારેય આરોપી મહિલા વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

