Billboard ad 1150*250

મોરબીના શ્રીજી એપાર્ટમેન્ટમાં જુગાર રમતા ચાર ઝડપાયા

0 248
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીના કંડલા બાયપાસ નજીક એપાર્ટમેન્ટમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો કરીને ચાર પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ તેમજ મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે

        મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એલસીબી ટીમના રવિરાજસિંહ ઝાલાને મળેલી બાતમી મળી હતી કે શ્રીજી એપાર્ટમેન્ટ ફ્લેટ નં ૧૦૩ માં જુગાર રમાતો હોય જે બાતમીને આધારે દરોડો કરતા જુગાર રમી રહેલા કલ્પેશ ગણેશભાઈ મારવાણીયા, પરેશ પ્રભેભાઈ દેત્રોજા, સતીશ પ્રભુભાઈ મારવાણીયા અને યોગેન્દ્ર લવજીભાઈ લીખીયા એમ ચાર પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ ૫૯,૧૦૦ તેમજ મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ ૬૪,૧૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat