Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના ગેસ્ટહાઉસ રોડ લાગેલી આગમાં ચાર દુકાનો બળીને ખાખ

આગમાં અન્ય એક દુકાનમાં પણ થયું નુકશાન

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પર આવેલી દરિયાલાલ સેલ્સ એજન્સી નામની દુકાનમાં ઓચિંતી આગ ફાટી નીકળી હતી અને બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેને પગલે દુકાનમાં રહેલા દુકાનના સંચાલક સહિતના બહાર દોડી ગયા હતા અને બાદમાં ફાયરની ટીમને જાણ કરાતા ત્રણ ફાયરની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને વિકરાળ આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો તો બજારમાં લાગેલી આગને પગલે પોલીસ કાફલો પણ દોડી ગયો હતો પીઆઈ અને પીએસઆઈ સ્થળ પર દોડી ગયા હતા

આ વિકરાળ આગને પગલે દરિયાલાલ સેલ્સ એજન્સીના માલિક હરેશભાઈ કોટકની યોગી કોમ્પ્લેક્ષમાં આવેલી બે નીચેની અને બે ઉપરની એક ચાર દુકાનો બળીને ખાખ થઇ હતી જેમાં તમામ માલ સામાન પણ બળી ગયો હતો જોકે સદનસીબે જોઈ જાનહાની થઇ ના હતી અને ફાયરની ટીમે ૧૦ ફેરા કરી બે કલાક સુધી જહેમત ઉઠાવી બાદમાં આગ પર કાબુ મેળવ્યો હતો.

દુકાનના શટર જેસીબીથી તોડ્યા

નીચેની બે દુકાનોમાંથી ઉપરની દુકાનમાં જવાનો રસ્તો હોય જ્યાં અંદરથી તાળા લગાવેલા હોય જેથી દુકાનના શટર તોડવાની ફરજ પડી હતી અને જેસીબી મશીનથી શટર તોડ્યા હતા તેમજ કોઈ જાનહાની થવા પામી ના હતી જોકે હોલસેલ દુકાનમાં મોટો જથ્થો ફ્રાઈમ સહિતનો માલસામાનનો પડ્યો હોય જે બળી ખાખ થયો હતો તો બાજુમાં આવેલી રઘુવીર પ્રોવિઝન નામની દુકાનને પણ આગને કારણે નુકશાન થયું હતું

 

Comments
Loading...
WhatsApp chat