


વાંકાનેરના ધમલપર ગામે ચાર શખ્સોએ યુવાન સહિત બે પર લાડકી વડે મારમારી ઈજા કરી હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેરના ના કેરાળા ગામે રહેતા રવિભાઈ પ્રભુભાઈ કોળી એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તે ધમલપર ગામે આવેલ સાહેદના ફળિયામાં હોય દરમિયાન આરોપી જલાભાઇ રમેશભાઈ ગોસ્વમી, રવિભાઈ બાલાભાઈ કોળી, દીપકભાઈ બાલાભાઈ કોળી અને રાજેશ જેઠાભાઈ કોળીએ સાહેદના ફળિયામાં આવી ગાળો આપતા હતા જેથી ફરી રવિભાઈએ ગાળો બોલવાની ના પાડતા આરોપી જલાભાઇ કોળીએ છરી વતી જમણા હાથના અંગુઠામાં ઈજા કરી તથા આરોપી રવિભાઈ કોળીએ લાકડી વતી માર મારી ફેકચર જેથી ઈજા કરી તથા આરોપી દીપક અને રાજેશભાઈ સહિતના ચારેય આરોપીઓએ ફરી રવિભાઈ તથા સાહેદને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.