પટેલ યુવાન સાથે ૧૦.૩૪ લાખની છેતરપીંડી કરનાર વાદી ગેંગના ચાર શખ્શોને દબોચી લેવાયા

૫.૫૫ લાખ રોકડ, એક કાર, સોનાનો ચેઈન અને મોબાઈલ સહીત ૭.૮૮ લાખનો મુદામાલ કબજે

મોરબી પંથકમાં આમ તો છેતરપીંડી જેવા કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે પરંતુ તાજેતરમાં છેતરપીંડીનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં યુવાનને તાંત્રિક વિધિ કરી ધનવાન બનાવવાની લાલચ આપી બાદમાં એક વ્યક્તિના મોતનો ડર બતાવી લાખોની ઠગાઈ કરવામાં આવી હતી જે ચીટર ટોળકીના ચાર ઇસમોને એલસીબી ટીમે દબોચી લીધા છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કંડલા બાયપાસ પાસેના એમપી પેલેસ પાસે શિવાલિક પેલેસમાં રહેતા જતીન દુર્લભજીભાઈ જીવાણી (ઊવ ૨૭) નામના યુવાન હાઈવે પર લાલપર નજીક ઓમ માર્કેટિંગ નામની ઓફીસ ધરાવે છે જે ટાઈલ્સ ટ્રેડીંગ કરતો હોય જેને સાધુ બની આવેલા આરોપી બાલકદાસ બાપુ, ગાંડાબાપુ અને બે અજાણ્યા ઈસમોએ તાંત્રિક વિધિ કરીને ધનવાન બનાવવાની લાલચ આપી હતી તો દ્રારકા લઇ તાંત્રિક વિધિ કરવાના હોય જ્યાં અન્ય એક વ્યક્તિ પર વિધિ કર્યા બાદ તેણે લોહી વહેતું હોય અને તે યુવાન મરી જશે તો તારા પર ખૂનની જવાબદારી આવશે તેવો ડર બતાવીને યુવાન પાસેથી ત્રણ માસના સમયમાં રોકડ રકમ તેમજ મોબાઈલ અને દાગીના મળીને કુલ ૧૦.૩૪ લાખ રૂપિયા પડાવ્યા હતા તેમજ હજુ રોકડની માંગણીઓ ચાલુ હોય અંતે યુવાને પોલીસ ફરિયાદ કરતા તાલુકા પોલીસ ઉપરાંત એલસીબી ટીમે તપાસ ચલાવી હતી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.ટી વ્યાસની ટીમે આરોપીઓને દબોચી લીધા હતા

જેમાં યુવાનની ફરિયાદ બાદ વાદી ગેંગના ગાંડાબાપુ નામનો શખ્શ વારંવાર ફોન કરીને ૩,૨૮,૦૦૦ ની માંગણી કરતો હોય જેને રફાળેશ્વર રેલ્વે ફાટક નજીક રકમ આપી જવા જણાવતા એલસીબી ટીમે વોચ ગોઠવી ઈન્ડીકા કારમાં આવેલા આરોપી જવેરનાથ રજુનાથ પઢીયાર/વાદી રહે. મકનસર, દીલીપનાથ કેશનાથ બામણીયા વાદી ભોજપરા વાદી વસાહત તા વાંકાનેર, પ્રકાશ્નાથ જવેરનાથ રાજુનાથ પ્ધીય્ર વાદી રહે. મકનસર અને વિરમભાઇ કાળાભાઈ બગડા રહે. દરેડ જી. જામનગર એ ચાર આરોપીને દબોચી લઈને રોકડ ૫,૫૫,૦૦૦ , ઈન્ડીકા કાર ૧,૫૦,૦૦૦ , મોબાઈલ ફોન છ કીમાત ૩૩,૯૯૦, સોનાનો ચેઈન કીમત ૫૦,૦૦૦ કુલ કીમત ૭,૮૮,૯૯૦ નો મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી છે તેમજ સહ આરોપી તરીકે જાલમનાથ રાજુનાથ પઢીયાર રહે. મકનસર વાળનું નામ ખુલતા તેણે ઝડપી લેવા કવાયત આદરી છે

Comments
Loading...
WhatsApp chat